કોણ કહે છે કે

કોણ કહે છે કે હું વિરહની વેદનામા સળગુ છું?
આતો અમસ્તો જ જરા શરીર તાપુ છું.

કોણ કહે છે કે હું પ્રેમનો તરસ્યો છું?
આતો અમસ્તો જ મૃગજળ પી રહ્યો છું.

કોણ કહે છે કે હું વસંતની રાહ જોવું છું?
આતો અમસ્તો જ પર્ણૉ તોડી પાનખર લાવી રહ્યો છું.

કોણ કહે છે કે મને આપના આગમનની આતુરતા છે?
આતો અમસ્તો જ મેઘધનુષ્યથી આંગણ સજાવી રહ્યો છું.

કોણ કહે છે કે હું મિલનની ઘડીઓ ગણી રહ્યો છું?
આતો અમસ્તો જ આકાશના તારલા ગણી રહ્યો છું.

કોણ કહે છે કે મને જીંદગી સાથે પ્રેમ નથી?
આતો અમસ્તો જ મોત સાથે સંતાકુકડી રમી રહ્યો છું.

No comments:

Post a Comment