દિલ નો દરબાર :: ભરત સુચક

તારુ રૂપ જોઇ ને ગૌરી એ ચાંદ બહુ જલે છે

ગુસ્સો કરીને ગૌરી એ ચહેરો કાળો કરે છે,

ભમરો બાગ બાગ ફરે,દરેક કળી ને જો વે,

રૂપ જોઇ ને તારૂ તારી આસપાસ ફરે છે,

રૂપ થી બહુ ડરુ છુ હુસ્ન થી પણ દુર રહું છું

આંખો થી રોકું છું સૌને મારા દિલમાં આવતા

તારી વાત ને તારુ રૂપ બહુ અલગ છે,

તારુ રૂપ જોઇ ગૌરી મન ક્યા રહે હાથમાં,

પ્રેમથી વાત કરો છો પ્રેમ થી રાખો છો

પ્રેમમાં પડવું નથી,તોય તમે પાડો છો,

આંખો આંખોથી તમે આવ્યા છો મારી આંખોમાં,

આંખોમાં આવીને તમે છબી મૂકી મારી આંખોમાં,

બધ આંખો માં તમે દેખાવો છો,

દિવસે આવો છો મારા સપનો માં,

આખો આખોથી વાત કરી લો હવે,

થોડી પ્રણયની શરૂઆત કરી લો,

આ દિલમાં આવતા આવી જવાશે,

પણ બહાર જવાના નથી કોઇ રસ્તા

આ દરબાર છે મારા દિલ નો તેમાં,

તમે આવ્યા છો, સ્વાગત છે તમારું.

- ભરત સુચક

No comments:

Post a Comment