મારું મન મોહ્યું :: અવિનાશ વ્યાસ

મારું મન મોહ્યું
મારું મન મોહ્યું

કાજળ કાળી રાત હતી ને
નાની અમથી વાત હતી
કાજળ કાળી રાત હતી ને
નાની અમથી વાત હતી

ત્યાં
અંતરના આકાશે મારા
ચાંદલિયાનું મુખ જોયું
અંતરના આકાશે મારા
ચાંદલિયાનું મુખ જોયું
મારું મન મોહ્યું
મારું મન મોહ્યું

હૈયાએ હૈયું પીસાયું
હૈયાએ હૈયું પીસાયું
આંખોએ આંખોથી જાણ્યું
આંખોએ આંખોથી જાણ્યું
શું ?
હું શું જાણું !
હું શું જાણું હસતા રમતા
મેં શું ખોયું શું ના ખોયું
હું શું જાણું હસતા રમતા
મેં શું ખોયું શું ના ખોયું
મારું મન મોહ્યું
મારું મન મોહ્યું

જીવન કેરી કુંજવેલ પર
મહેકંતું ફૂલડું ફોર્યું
બિડાયા નયનોમાં સુંદર
સોહાગી શમણું જોયું
મારું મન મોહ્યું
મારું મન મોહ્યું

No comments:

Post a Comment