મનડું વિંધાણું રાણા, મનડું વિંધાણું;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું...
નિંદા કરે છે મારી નગરીના લોક રાણા;
તારી શીખામણ હવે મારે મન ફોક રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું...
ભરી બજારમાંથી હાથી હાલ્યો જાયે રાણા;
શ્વાન ભસે છે તેમાં હાથીને શું થાયે રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું...
ભૂલી રે ભૂલી હું તો ઘરના રે કામ રાણા;
ભોજન ના ભાવે નૈણે નિંદ હરામ રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું...
બાઇ મીરાં કહે પ્રભ્રુ ગિરીધરના ગુણ વ્હાલા;
પ્રભુ ને ભજીને હું તો થઇ ગઇ ન્યાલ રાણા;
ચિત્તડું ચોરાણું રાણા, શું રે કરું ?
વિષ પીધે રાણા ના રે મરું.
મારું મનડું વિંધાણું...
No comments:
Post a Comment