જ્યારે પ્રણય ની જગ મા શરૂઆત થઈ હસે

ઍ આંખ ઉઘાડે અને શરમાય ગઝલ,
ઍ કેશ ગૂંથે અને બંધાય ગઝલ.
કોણે કહ્યુ કે લય ને આકાર નથી હોતા,
ઍ અંગ મરોડે અને વલખાય ગઝલ.

જ્યારે પ્રણય ની જગ મા શરૂઆત થઈ હસે, (૨)
ત્યારે પ્રથમ ગઝલ ની રજૂઆત થઈ હસે.

પહેલા પવન મા ક્યારે હતી આટલી મહેક, (૨)
રસ્તા મા તારી સાથે મુલાકાત થઈ હસે. (૨)
ત્યારે પ્રથમ ગઝલ ની રજૂઆત થઈ હસે.

જ્યારે પ્રણય ની જગ મા શરૂઆત થઈ હસે,
ત્યારે પ્રથમ ગઝલ ની રજૂઆત થઈ હસે.

ઘુંઘટ ખુલ્યો હસે ને ઉઘાડી હસે સવાર, (૨)
જુલફો ઢળી હસે ને પછી રાત થઈ હસે, (૨)
ત્યારે પ્રથમ ગઝલ ની રજૂઆત થઈ હસે.

જ્યારે પ્રણય ની જગ મા શરૂઆત થઈ હસે,
ત્યારે પ્રથમ ગઝલ ની રજૂઆત થઈ હસે.

ઉતરી ગયા છે ફૂલ ના ચેહેરા વસંત ના,
તારા જે રૂપ રંગ વિષે વાત થઈ હસે. (૨)
ત્યારે પ્રથમ ગઝલ ની રજૂઆત થઈ હસે.

જ્યારે પ્રણય ની જગ મા શરૂઆત થઈ હસે,
ત્યારે પ્રથમ ગઝલ ની રજૂઆત થઈ હસે.

આ દિલ ને તે દીવસ થી મળ્યુ દર્દ દોસ્તો,
દુનિયા ની જે દીવસ થી શરૂઆત થઈ હસે, (૨)
ત્યારે પ્રથમ ગઝલ ની રજૂઆત થઈ હસે.

જ્યારે પ્રણય ની જગ મા શરૂઆત થઈ હસે,
ત્યારે પ્રથમ ગઝલ ની રજૂઆત થઈ હસે.

No comments:

Post a Comment