મુજમાં ક્યાંક 'રે છે,
ઊર્મિ નામની એક છોકરી,
જુઓ, કેટલી ગડબડ
કરતી 'રે છે એ છોકરી !
ઉદાસ થઇ જાય છે
ક્યારેક એ અકારણ જ,
તો ક્યારેક કારણે ય ખુશ
થતી નથી એ છોકરી.
પ્રેમ નામની એક ચીજને
શોધ્યા કરે છે સતત,
ખુદ પ્રેમની પુતળી છે,
અણજાણ છે એ છોકરી.
પ્યાસ છે તિવ્ર એને,
જે વરસાદની યુગોથી,
પોતે જ એની ઘટા બનીને
બેઠી છે એ છોકરી,
સર્જન કર્યું છે ખુદ જેણે
ઊર્મિના આ સાગરનું,
કિનારે ઊભી ભીંજાવાની
રાહ જુએ છે એ છોકરી.
No comments:
Post a Comment