ગુજરાતી એસ.એમ.એસ.

વીતેલી પળોની યાદ આવતા રડવુ પડે છે,
જે અમુલ્ય હોય કદાચ તેને જ ખોવુ પડે છે.
વાસ્તવ ને કલ્પના ભલે વિરુધ્ધ હોય,
તોય સાકાર કરવા સ્વપ્નુ જોવુ પડે છે.

***

કોઇ પ્રીત નિભાવી જાય
કોઇ રીત નિભાવી જાય
કોઇ સાથ તો કોઇ સંગાથ નિભાવી જાય
કરી દો જિંદગી કુરબાન તેના પર,
દુખમા પન તમારો સાથ નિભાવી જાય.

***

સબંધો નથી બદલાતા પણ સંજોગો બદલાતા હોય છે,
ભિડ વચ્ચે જ્યારે સ્નેહીજનો ની ખોટ વર્તાય છે,
ત્યારે જ કોઇના સંબધો ની સાચી કિમ્મત સમજાય છે.

***

અમારા દિલ ની ધડકન મા વસો છો તમે,
અમારા સ્વાસોમા સ્વાસ બની આવો છો તમે.
જિંદગી જીવવા લોહીની જરૂર હોય છે,
ઍ લોહી બની રગ-રગ મા પ્રસરો છો તમે.

***

પ્રેમ આપવો એ ફરજ છે,
પ્રેમ પમવો એ હક છે.
તમે જેને પ્રેમ કરો તેની સાથે હોવુ નસીબ છે,
પણ તમને જે પ્રેમ કરે તેની સાથે હોવુ એ જિંદગી છે.

***

જીવન મા મેળવવાનુ અને ગુમાવવાનુ ઘણુ હોય છે,
તો એવુ મેળવો કે એને ગુમાવવાનો ખેદ કે અફસોસ ના થાય,
અને એવુ ગુમાવો કે જેને મેળવવાનો અફસોસ ના થાય.

***

હર એક સ્વાસ મા તારી યાદ મુકુ છુ,
મારા થિ વધુ વિશ્વાસ તારા મા મુકુ છુ.
સાચવજે મારા આ વિશ્વાસ ને જતન થી
મારા સ્વાસ ને તારા વિશ્વસે મુકુ છુ.

***

બોલો નહિ તો ચાલસે, મીઠી નજર બસ છે.
હસો નહિ તો ચાલસે, દિલ મા રાખો તો બસ છે.
એસ.એમ.એસ. કરો કે ના કરો તમારી મરજી,
તમે આ એસ.એમ.એસ. વાંચો એ જ બસ છે.

***

ખોબો ભરી ને વહાલ મોક્લુ છુ,
દોસ્તીના થોડા સવાલ મોક્લુ છુ.
ગમ બધા રહેવા દીધા છે,
મારી પાસેથી દરેક પળ તમને ખુશાલી મોક્લુ છુ.

***

ખુલી આંખોના સપના સાચા નથી હોતા,
બધા ચમકતા સિતારા નથી હોતા,
મળે જો પ્રેમ તો ભરી લો દિલમા,
જિંદગી ની લકીરના ભરોસા નથી હોતા.

***

દોસ્તી એવી કરજો કે જેમા
શબ્દો ઓછા ને સમજ વધારે હોય,
વિવાદ ઓછા ને સ્નેહ વધારે હોય,
સ્વાસ ઓછા ને વિશ્વાસ વધારે હોય,
પૂરાવા ઓછા ને પ્રેમ વધારે હોય.

***

સુધારી લેવા જેવી છે પોતાની ભુલ
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ
આટલુ માનવી કરે કબુલ તો
હર રોજ દિલ મ ઉગે સુખ ના ફૂલ.

***

નફરત હોય ના હોય થોડો પ્રેમ રાખજો
મળવાનુ થાય ના થાય સબંધો બનાવી રાખજો,
દુખ હોય ના હોય દિલાસો દિલ થી આપજો,
કોલ થાય ના થાય એસ.એમ.એસ. ચાલુ રાખજો.

***

કઈક અલગ છે તમારી આ રીત મને ગમે છે.
તમે કરો છો એ તરકીબ મને ગમે છે.
મિત્રો તો છે કેટલાય પણ,
તમે નિભવો છો એ દોસ્તી અમને ગમે છે.

3 comments:

  1. નમસ્તે ભાઈ..
    ખુબજ સુંદર બ્લોગ છે આપનો.. ગુગલીંગ કરતા કરતા અપના બ્લોગ પર આવી ચડ્યો.. ગણી ખરી પોસ્ટ વાંચી પણ લીધી.. અવાર નવાર તમારા બ્લોગ પર વિસિટ કરતો
    રહીશ..

    કિરણકુમાર રોય
    http://gujaratisahityaa.blogspot.com/

    ReplyDelete