સુરજ પણ તારી જેમ જ, ગુસ્સે થાય છે સવારે
ગરમ ઓછો, અને લાલ વધારે.
સળગતા હોવાનો કેવો આ અહેસાસ છે?
જલતી આ શમાને અંતરની પ્યાસ છે.
કોને કહું હું વાત ગર્ભિત આ અંધકારની?
માનશે કોણ? ચારે તરફ મારો જ ઉજાસ છે.
સૂરજ હાથમાં આવ્યો, તો ય પત્થર જેવો લાગ્યો.
પ્રકાશની હર ગલી ગુમનામ થઇ ગઇ .
હું આંખમાં અંધાર આંજીને ફરતો રહ્યો
ને રાત બિચારી બદનામ થઇ ગઇ.
મંઝીલ બહુ દૂર હતી, એમ તો નહોતું.
આ તો રસ્તા અમને થોડાક છળી ગયા.
દુશ્મનો બહુ હતા, એમ તો નહોતું.
આ તો મિત્રો અમને થોડા એવા મળી ગયા.
ઊડવાની ચાહમાં બેજાન બની ગયો છું.
પંખી બનવું હતું, ને વિમાન બની ગયો છું.
- હેમંત પુણેકર
No comments:
Post a Comment