નજરોથી ન અલોપ થાય ક્યારે,
તું હોય સાથે ત્યારે-
હું સમયને જ રોકી નાખું;
પણ સમય આગળ ચાલતું નથી મારું!
આપણા રિશ્તાને હું નામ શું આપું?
દુનિયાની મ્હોર એને ક્યારની છે લાગી,
હું મ્હોર એ બદલી નાખું;
પણ દુનિયાં આગળ ચલતું નથી મારું!
મુક્કદર પણ ખરો ખેલ ખેલી ગયું;
આપે છે જીવનમાં ખુશાલી, શરત એટલી-
તારી યાદો હું ભૂલવી નાખું;
પણ આ દિલ આગળ ચાલતું નથી મારું!
મહોબ્બતની હવાનો કમાલ છે;
અહીં હોશની કોને ખબર છે?
મદહોશીમાં ખુદા પાસે તારો હાથ માંગી નાખું;
પણ ખુદા આગળ ચાલતું નથી મારું!
No comments:
Post a Comment