આકાશ દર્શન :: આકાશદીપ

રુપ નીતરતું આભ અનેરું છલકાતું મલકાતું'તું
શ્વેત શ્યામલ ઘટા ઉપહારે નભ ભૂરું હરખાતું'તું

દૂર વ્યોમે ધૂપ છાયે હસી હસી ડુંગર લહેરાતા'તા
પંખ પસારી વ્યોમ પંખીડા મસ્ત મસ્તીથી વિહરતા'તા

અધ ખૂલ્લા નભ પટે ભાનુ ભૂરા સાજ સજાવતો'તો
દિવ્ય ઘૂમ્મટના દર્શન પામી પૃથ્વીવાસી હરખાતો'તો

જળ તરંગો અનંગ સપાટે ઉર ઊર્મિ ઉછાળતા'તા
ઉડતા આવી પંખી ટોળાં કલરવ વૃક્ષોએ ભરતા'તા

નીર પટે નાનાં જળચર રમ્ય પથ પ્રગટાવતા'તા
ભરી છાબ ઉમંગ પુષ્પે વહાલ વિધાતા વરસાવતા'તા

નેત્ર રમ્ય ચિત્રણ ચિત્તે કોઈ રંગભરી ચીતરતું'તું
નીલ નભે મનોહર ઉજાશે દિલે દર્શન ખીલતું'તું

- શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)

No comments:

Post a Comment