સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે,
સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે,
દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.
ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો,
બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.
મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી,
કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.
જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી,
અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.
પંખી સમજે છે કે ચમન બદલાયું છે,
સિતારા સમજે છે કે ગગન બદલાયું છે,
પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કે
છે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.
શ્ર્વાસ કે શ્વાસ?
ReplyDeleteવિશ્ર્વાસ કે પછી વિશ્વાસ?
આ કોની રચના છે કહેશો?