વીંધે લક્ષ્ય ઝરણું જુઓ તોડી પથ્થર
હિંમત હશે તો જગે થાશો સિકંદર
શ્રધ્ધા હશે તો તરી જાશો સમંદર
સ્વયંમમાં ઝાંખશો તો પામી જશો પરમેશ્વર
નથી ફેરવતા દિશા પવન સૌને પૂછીને
છો શૂરા તો પાડજો ત્રાડ ગરજીને
નથી ખબર કઈ ક્ષણે કોણ રોળાશે
શાને ફિકરમાં રોજ ડૂબી મરો ભોળાશે
ખૂમારી તમારી કદી દેજો ના લૂંટાવા
વિકરાળ સિંહ સમ શૌર્યથી દેજો લલકારા
પુરુષાર્થે રાષ્ટ્રની શાનને અંબરે ગજાવવા
બાંધી કફન માથે તમે ખેલજો સંગ્રામમાં
- શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)
No comments:
Post a Comment