દિલની વાતો દિલમાં મહેંકે,
દિલ પર કરતો રાજ
આંખો ઠારતો તાજ સંગેમરમરનો,
છલકે લઈ પ્રેમનો જામ
ભૂરા આભને,ભીંની સુંદરતા દઈ,
મલકે પ્પારનો મહાલ
અમર કલાકૃત્તિની જીવંત દાસ્તાન,
રુપલો રુપલો તાજ
શાહજહાંના અમર પ્રેમનો દઈ સંદેશો,
મગરુરે મલકે તાજ મહાલ
લહેરાતા ઉદ્યાનમાં,શ્વેત પુષ્પબની,
કેવો મ્હેંકે સરતાજ મહાલ
વિયોગમાં પણ સ્નેહ સંવારે,
અશ્રુ આરસનું શ્વેત સુમન
પૂનમની ચાંદની ઝીલી પ્રેમથી
વરસાવે સ્નેહ પરમ
યમુના ઘાટે અંતર અજવાળે,
ઝૂમાવે જીંદગી દઈ ઉરના વ્હાલ
અજાયબ આલમની વિશ્વ ધરોહર
ભવ્ય ભારતનો તાજ મહાલ
- શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)
No comments:
Post a Comment