નૈન ચકચૂર છે, મન આતુર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે
નૈન ચકચૂર છે, મન આતુર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે
કદી સીધી, કદી વાંકી નજર રાખી જીગરને ઘર
કદી સીધી, કદી વાંકી નજર રાખી જીગરને ઘર
તમે જાતે જ આવ્યા છો અમારા દીલની અંદર
અમારા દીલની અંદર
હવે ક્યાં દૂર છે, મળ્યાં જ્યાં ઉર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે
નૈન ચકચૂર છે
છલાછલ આંખનું આકાશ મસ્તીખોર છે
છલાછલ આંખનું આકાશ મસ્તીખોર છે
ઘૂંઘટમાં વીજળીને કંઠ રમતો મોર છે
ઘૂંઘટમાં વીજળીને કંઠ રમતો મોર છે
મળ્યો તંબુર છે, જખમનો સૂર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે
નૈન ચકચૂર છે, મન આતુર છે
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે
No comments:
Post a Comment