ગગન તો મસ્ત છે :: અવિનાશ વ્યાસ

ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે
વીખરાયેલા વાળ તમારા
કેવા અસ્તવ્યસ્ત છે, ગગન તો મસ્ત છે

ભર્યું કુમકુમ ભાલે આંખમાં સૂરમો સજાવ્યો છે
ભર્યું કુમકુમ ભાલે આંખમાં સૂરમો સજાવ્યો છે
કહી દો ક્યાં ઘૂંઘટમાં ચંદ્ર પૂનમનો છૂપાવ્યો છે

હવા મદમસ્ત છે, સુકોમલ હસ્ત છે
વીખરાયેલા વાળ તમારા
કેવા અસ્તવ્યસ્ત છે, ગગન તો મસ્ત છે

કરું શું હું તમારી આંખની આદત નીરાળી'તી
અમે પણ ઝૂરી ઝૂરીને વિરહમાં રાત ગાળી'તી

વધુ હવે તો પછી વિરહનું કષ્ટ નથી
વીખરાયેલા વાળ તમારા
કેવા અસ્તવ્યસ્ત છે, ગગન તો મસ્ત છે

ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે
ગગન તો મસ્ત છે, સૂરજનો અસ્ત છે

No comments:

Post a Comment