ઝળહળ

પત્રમાં વાદળ લખું
બસ પ્રિયે કાગળ લખું

ઘાસપર ઝાંકળ લખું
મ્હેકતી લ્યો પળ લખું

ઊંટના પગલાં ગણું
રેત પર મૃગજળ લખું

શબ્દમાં ટહુકા ભરી
સપ્તરંગી જળ લખું

આટલું તારા વિશે,
મૌનમાં ઝળહળ લખું.

(સાભાર: નેહા ત્રિપાઠી, http://sneh.wordpress.com/)

No comments:

Post a Comment