મને દરિયામાં સમજણ કંઈ પડતી નથી...
તારી આંખમાં ડૂબાડે તો જાણું!
તને પામીને એક પળમાં જીવી જવા...
મારે ભવ એકસાથે નવ્વાણું!
જેને જોવાને દર્પણમાં જોઈ જોઈ તરસી,
મારા રમતુડાં ગાલે લ્યો લાલી એ વરસી,
ખુલ્લી આંખોમાં સપનાંઓ દોડે થઈ હરણાં,
મેં પણ જાણ્યું શું માણસ દેખાય પ્રેમવર્ણા!
અમથું મનમાં મલકાઉં ને અમથું હસું!
અમથું તુંયે જોડાય તો હું જાણું...
એક તરણાનો ભાર મારી ઈચ્છાનો મેરુ
મને સાચવ તું હૈયામાં થઈ મારો ભેરુ
પગલાં કંકુથી રંગું ને મહેંદીળા હાથે
જાઉં વણદીઠી ભોમે હું સાજન સંગાથે
થોડાં વરસોમાં ઝાઝી મીઠાશ ભરી દે
એવી વિધિ કરાવે તો જાણું...
તને પામીને એક પળમાં જીવી જવા...
મારે ભવ એકસાથે નવ્વાણું!
(સાભાર: સંજય વિ. શાહ 'શર્મિલ')
No comments:
Post a Comment