એક હાથ છે આંખો ઉપર
ને બીજો ધબકતાં દિલ ઉપર
એક છોકરી શરમાયને
મારું વિશ્વ એમાં સમાય છે.
અડોઅડ બેઠી છે
પાછળ એ બાઈક ઉપર
એક છોકરીની શિખામણ છતાંય
આટલી બધી ઝડપ મરાય છે?
ફૂટતાં દાણાં મકાઈના ને
મસાલો પણ છંટાય છે
એ છોકરી મઝાથી ખાય ને
બે હોઠો વચ્ચે દિલ પીસાય છે!
અડું તો ગુસ્સે થાય ને
ના અડું તો ઈશારા થાય
એક છોકરીએ ઉભી કરેલી મૂંઝવણ
ને એમાં દિવાનો મૂંઝાય છે!
આ મારી કાપલી ને લા'ય તારી કાપલી,
એક-બે કિતાબોની આપ-લે પણ થાય,
એક છોકરી નથી સાવ ભોળી,
બહુ જલ્દીથી એને ઘરે જવાનું મોડું થાય છે !
No comments:
Post a Comment