સ્નેહ એ તો તપતું કુંદન

સ્નેહ એ તો તપતું કુંદન
પીસાયે તો મ્હેંકતું ચંદન

ઉડે પ્રેમ પંખી ગગન
ના ગમે કોઈનું બંધન

પ્રેમ ઝુરે તો અંધારી રાત
પ્રેમ ઝુમે તો સાગરની જાત

ચાંદ ચમકેને સાગર રેલાય
પ્રેમ કદી પીંજરે ના પુરાય

પ્રેમ તું તો વહાલો વંટોળ
જગ જાણે તારા રે મોલ

ચાહ એ તો જીવનની આશ
છીપે ના છીપાયે એવી પ્યાસ

No comments:

Post a Comment